વિજયનગર તાલુકા પંચાયતની 6 ચિતરીયા બેઠક પર ભાજપે ફરી જમાવ્યો કબજો…

May 26, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની 6 ચિતરીયા બેઠક પર ભાજપે ફરી કબજો જમાવ્યો ભાજપના ઉમેદવાર રમીલાબેન ઘોઘરા 883 મતોની સરસાઈથી વિજયી થયા આ જીત સાથે તાલુકા પંચાયતમાં ભાજપની કુલ બેઠકોની સંખ્યા 10 થઈ આ બેઠક પર સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના મહિલા ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી અગાઉ 18 બેઠકોમાંથી ભાજપને 9 કોંગ્રેસને 5 અને AAPને 3 બેઠકો મળી.

મોકૂફ રખાયેલી ચિતરીયા બેઠક માટે ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગત રવિવારે, 24 મેના રોજ 6 મતદાન મથકો પર ભાજપ, કોંગ્રેસ અને BAPના ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું કુલ 4964 મતદારોમાંથી 3002 મતદારોએ મતદાન કર્યું જે 67.47 ટકા મતદાન નોંધાયું મંગળવારે, 26 મેના રોજ, વિજયનગર મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી જેમાં ભાજપના રમીલાબેન જયંતીભાઈ ઘોઘરાને 1788 મત મળ્યા કોંગ્રેસના વર્ષાબેન લક્ષ્મણભાઈ ખરાડીને 905 મત મળ્યા.

RamilaBen Ghoghra Wins Chitariya Seat By 883 Votes; BJP Retains Vijaynagar Panchayat

જ્યારે BAPના મનીષાબેન વનરાજભાઈ ડામોરને 244 મત મળ્યા 21 મત નોટામાં પડ્યા આ પરિણામો અનુસાર, રમીલાબેન ઘોઘરા 883 મતોથી વિજયી જાહેર થયા આ જીત સાથે ભાજપે ચિતરીયા બેઠક જાળવી રાખી અને તાલુકા પંચાયતમાં તેમની બેઠકોની સંખ્યા 9 થી વધીને 10 થઈ મતગણતરી પૂર્ણ થયા બાદ વિજયનગર મામલતદાર કચેરી બહાર ભાજપના વિજેતા ઉમેદવાર રમીલાબેન ઘોઘરાના સમર્થકોએ અબીલ ગુલાલ ઉડાડીને વિજયોત્સવ મનાવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0