ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લા LCBએ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એદલપુરા કંપા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો LCBએ બાતમીના આધારે કાર્યવાહી કરીને 5.53 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર, LCBને અણિયોર-ધનસુરા રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી થવાની બાતમી મળી આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક નાકાબંધી ગોઠવી.

નાકાબંધી દરમિયાન, GJ 01 RF 1478 નંબરની મારુતિ ઇકો ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો ગાડીના ચાલક પ્રકાશ નારાયણભાઈ પટેલ (રહે. દહેગામડા, તા. શામળાજી, રાજસ્થાન)એ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ LCBએ તેને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 38 પેટીઓ મળી આવી જેમાં કુલ 1200 બોટલ/ટીનનો સમાવેશ થાય.
![]()
આ દારૂ રાજસ્થાનમાંથી ભરીને મેઘરજ સોમપુર ચોકડી અણિયોર થઈ ધનસુરા તરફ લાવવામાં આવી રહ્યો ઝડપાયેલા દારૂની કિંમત 2,52,480 રૂપિયા આંકવામાં આવી આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી મારુતિ ઇકો ગાડીની કિંમત 3 લાખ રૂપિયા અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો આમ LCBએ કુલ 5.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો.


