શામળાજી નજીક અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી LCBએ લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…..

May 20, 2026

ગરવી તાકાત શામળાજી : શામળાજી નજીક અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી જિલ્લા એલ.સી.બી. અને શામળાજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો આજરોજ ઝડપી પાડ્યો પોલીસે બસના ગુપ્ત ખાનામાંથી રૂ.1.52 લાખથી વધુનો દારૂ, બે મોબાઈલ ફોન અને રૂ.20 લાખની બસ સહિત કુલ રૂ.21.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કેસમાં બસના ડ્રાઈવર અને ક્લીનર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

બાતમી મુજબ, AR.01.P.9555 નંબરની આછા વાદળી રંગની લક્ઝરી બસનો ચાલક કિશનલાલ મેઘવાલ અને ક્લીનર વિષ્ણુકુમાર મેઘવાલ બસમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં વિદેશી દારૂ ભરી અમદાવાદ જઈ રહ્યા આ બાતમીના આધારે પોલીસે બીછીવાડા રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ લક્ઝરી બસને અણસોલ ચેકપોસ્ટ પાસે રોડની સાઈડમાં રોકાવી બસની તલાશી લેતા ડ્રાઈવર સાઈડમાં વચ્ચેના ભાગે એક ગુપ્ત ખાનું મળી આવ્યું.

આ ગુપ્ત ખાનું ખોલતા પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના 480 પ્લાસ્ટિક ક્વાર્ટર મળી આવ્યા પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 1,52,208/- બે મોબાઈલ ફોન અને રૂ. 20 લાખની લક્ઝરી બસ સહિત કુલ રૂ.21,62,208/- નો મુદ્દામાલ જપ્ત કર્યો આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0