વિજાપુર પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 17 મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા

May 18, 2026

ગરવી તાકાત મહેસાણા : વિજાપુર પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 17 મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹5,04,246 આંકવામાં આવી આ પ્રશંસનીય કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને વિભાગીય પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેકનિકલ (સાયબર) કામગીરી કરતા અ.પો.કો. જૈમિનકુમાર બાબુલાલ, આઈ.ટી. એક્સપર્ટ ઓમ દીપકભાઈ ઠક્કર, અ.હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ બળદેવસિંહ અને અ.પો.કો. કાનુજી ઉદાજી સહિતના સ્ટાફે CEIR પોર્ટલ મારફતે ટેકનિકલ એનાલિસિસ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા.

પોલીસ દ્વારા પરત અપાયેલા મોબાઈલ મળતાં મૂળ માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વિજાપુર પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની આ સફળ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણ દ્વારા ટેકનિકલ ટીમ અને કામગીરીમાં જોડાયેલા તમામ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0