ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના ખેરાલુ શહેરમાં ઈસ્કોન ગેસ્ટ હાઉસમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી રાત્રિ રોકાણ માટે આવેલા 35 વર્ષીય યુવકે બેડની ચાદર વડે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ ઘટનાની વિગત મુજબ મૃતક સુરેશકુમાર ચૌહાણ (રહે.નાની હિરવાણી) ખેરાલુના ઈસ્કોન ગેસ્ટ હાઉસમાં રોકાયા સવારે ચેક-આઉટનો સમય થવા છતાં રૂમનો દરવાજો ન ખુલતા ગેસ્ટ હાઉસના સ્ટાફને શંકા ગઈ.
![]()
વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા આખરે પોલીસને જાણ કરવામાં આવી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પરંતુ રૂમ અંદરથી બંધ હોવાને કારણે પોલીસે પાછળની બારી વાટે અંદર પ્રવેશ કરી દરવાજો ખોલ્યો પોલીસ અને પરિવારજનોની હાજરીમાં તપાસ કરતા યુવકની લાશ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી યુવકે બેડની ચાદરનો ઉપયોગ કરી ફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું.
![]()
આ કરુણ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસ ખાતે દોડી આવ્યા યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી હાલમાં પોલીસે મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી જેના અંતે જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.


