ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં લોક દરબારનું યોજાયો

May 15, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી વ્યાજખોરી જેવા દુષણો દૂર કરવા અને જાગૃતિ લાવવાનો પોલીસ અધિક્ષકે જણાવ્યું વ્યાજખોરી એ એક ગંભીર સમસ્યા જેમાં ગરીબ અને જરૂરતમંદ લોકો સરળતાથી ફસાઈ જાય આવા દુષણોથી સમાજમાં કોઈ છેતરાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે આ લોક દરબાર યોજાયો.

આ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ઈડર શહેરની ટ્રાફિક સમસ્યા અને દબાણ અંગે પણ ચર્ચા કરવામાં આવી તેમણે આ બંને સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસો કરવાની ખાતરી આપી ખાસ કરીને, મુડેટી વિસ્તારમાં એક નવું પોલીસ મથક બનાવવાની પણ ચર્ચા થઈ જ્યાં ‘લૂંટેલી દુલ્હન’ના કેસો પણ નોંધાયા ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પણ પગલાં લેવાશે આ લોક દરબારમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ ઈડર અને વડાલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ગાંજો.

અને ડ્રગ્સનું પ્રમાણ વધ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો તેમણે પોલીસને આવા તત્વોને પકડવા માટે વધુ સતર્ક બનવા વિનંતી કરી આ લોક દરબારમાં ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંભાવત, ડો. નિકુંજ દવે, જીનલભાઈ સગર, પ્રફુલભાઈ સુથાર, ગિરધારીભાઈ સોની,જે.ટી.ચૌહાણ સ્કૂલના આચાર્ય નિમેષભાઈ,તેમજ પિયુષભાઈ દવે, જગદીશભાઈ મિસ્ત્રી, ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ રબારી, પીંકેશ શાહ અને કુણાલભાઈ સગર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0