ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા એસઓજીએ હિંમતનગર શામળાજી હાઈવે પર નવલપુર પાસે વોચ ગોઠવી ચાલકને પકડી 43.690 કિ.ગ્રા. પોશડોડા પાવડર કિ.રૂ. 6,55,350 અને 110 ગ્રામ અફીણનો ઝડપી લીધું બાતમીના આધારે નવલપુર ગામની સીમમાં 12/05/26ના રોજ વહેલી સવારે 03:40 કલાકે પોલીસ ચોકી આગળ વોચ ગોઠવવામાં આવી આ દરમિયાન શામળાજી તરફથી આવી રહેલી એક આઈશર ગાડી નંબર જીજે-08-એયુ-8717ને અટકાવતા તેમાંથી ગેરકાયદેસર અફીણ અને પોશડોડાનો જથ્થો મળી આવ્યો.
ઘટનાસ્થળેથી 110 ગ્રામ અફીણ જેની કિંમત 55,000 રૂપિયા અને 43.690 કિલોગ્રામ પોશડોડાનો પાવડર જેની કિંમત 6,55,350 રૂપિયા આંકવામાં આવી તે કબજે કર્યો એસઓજી પીઆઈ કેયુ ચૌધરીએ જણાવ્યું કે આ મામલે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી સતરારામ કાનાજી ચૌધરીની ધરપકડ કરી.
તેની પાસેથી 8,000 રૂપિયાનો મોબાઈલ અને 10,00,000ની કિંમતની આઈશર ગાડી મળી કુલ 17,18,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ જથ્થો ચાલકના પિતરાઈ ભાઈ પાંચારામ ઉર્ફે પારસ ચૌધરીએ મધ્યપ્રદેશના સુવાસરા ખાતેથી હિરાલાલ નામના શખ્સ પાસેથી મંગાવ્યો આયશર ચાલક અને પાંચારામ ઉર્ફે પારસ ચૌધરી અને સુવાસરાના હિરાલાલ નામના શખ્સ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ.
