ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બોલુંદ્રા ગામે પ્રેમસંબંધની અદાવતમાં એક યુવકની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો આ ઘટનામાં 20 વર્ષીય અતુલભાઈ મુકેશભાઈ બામણીયા (ઠાકોર)નું મોત નીપજ્યું પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ધીરજકુમાર પરમાર મણીભાઈ બામણીયાની પૌત્રી અનામિકા સાથે પ્રેમસંબંધ ધરાવતો આ બાબતે મણીભાઈએ ધીરજકુમારને ઠપકો આપ્યો જેની અદાવત રાખીને આરોપીએ ગત 11મી મેના રોજ આ ઘટનાને અંજામ આપ્યો.

ધીરજકુમારે પોતાના હાથમાં રહેલા ચપ્પુ વડે અતુલભાઈને છાતીના ભાગે, ડાબા હાથમાં તેમજ જમણા ખભાના ભાગે જીવલેણ ઘા માર્યા હુમલા દરમિયાન આરોપી રમેશભાઈ અને મેહુલભાઈએ અતુલને પકડી રાખી ગડદાપાટુનો માર મારી હુમલામાં સહભાગી બન્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત અતુલભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.

સમગ્ર ઘટનાને પગલે ભિલોડા પોલીસે (૧) ધીરજકુમાર રમેશભાઈ પરમાર (ઠાકોર), (૨) રમેશભાઈ મગનભાઈ પરમાર (ઠાકોર) અને (૩) મેહુલભાઈ રમેશભાઈ પરમાર (ઠાકોર) (ત્રણેય રહે. બોલુન્દ્રા, તા. ભિલોડા, જિ. અરવલ્લી) વિરુદ્ધ હત્યા સહિતના ગુનાઓ દાખલ કર્યા પોલીસે વિવિધ ટીમો બનાવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.
