ગરવી તાકાત મહેસાણા : માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ પોલીસે છોટા હાથી ગાડીના ચોરખાનામાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં કુલ રૂ. 10,58,600/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી પેરોલ ફર્લો સ્કોડ જિ. વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરાર આરોપીઓની તપાસમાં.
તે દરમિયાન બાતમીના આધારે ટાટા કંપનીની ઈન્ટ્રા છોટા હાથી ગાડીને રોકવામાં આવી ગાડીના પાછળના ડબ્બામાં ખાસ ચોરખાનું બનાવીને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની દારૂની બોટલો નંગ-2400 લઈ જવામાં આવી રહી જેની કિંમત રૂ. 4,53,600/- આંકવામાં આવી દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 6,00,000/- ની છોટા હાથી ગાડી.
![]()
અને રૂ. 5,000/- નો એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ. 10,58,600/- થાય આ મામલે આરોપી વિલાલખાન અરબાબખાન રાઉમા (મુસલમાન), રહે. ભભુતે કી ઢાંણી, તા. ચૌહટન, જિ. બાડમેર (રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ માવસરી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.


