ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા એલસીબીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4.74 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે 1152 બોટલ દારૂ અને એક કાર સહિત કુલ મુદ્દામાલ જપ્ત કર્યો એલસીબીની ટીમ ખેડબ્રહ્મા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી ત્યારે તેમને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક કારમાં દારૂનો મોટો જથ્થો પરોસડા થઈને ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો આ બાતમીના આધારે પોલીસે નાકા ગામ પાસે વોચ ગોઠવી.

બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો જોકે, કાર ચાલકે થોડે દૂર ગાડી ઉભી રાખી દીધી અને અંધારાનો લાભ લઈને તેના સાથી સાથે ફરાર થઈ ગયો પોલીસે કારની તપાસ કરતા તેમાંથી GJ 2 CL 9154 નંબરની કારમાંથી વિદેશી દારૂની 40 પેટીઓ મળી આવી જેમાં કુલ 1152 બોટલ હતી. દારૂની કિંમત 2,74,560 રૂપિયા.

અને કારની કિંમત 2,00,000 રૂપિયા મળીને કુલ 4,74,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આરોપીની ઓળખ પીરો ઉર્ફે પ્રવીણભાઈ કાંતિભાઈ ડામોર, રહેવાસી ચોકલી (ચાલીબોકડા),તા.જાડોલ, જી.ઉદેપુર,રાજસ્થાન તરીકે થઈ તેના અને તેના સાથી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરું રચી દારૂની હેરાફેરી કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી.


