ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે રહેતા ખેડૂત કુંવરજીભાઈ ઠાકોર સાથે જમીન અપાવવાના બહાને રૂ.1.44 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી ગોજારીયાના એક સોની વેપારીએ ખોટા ખેડૂત ઉભા કરી અને બોગસ દસ્તાવેજો બનાવી ખેડૂત પાસેથી કરોડોની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ લાઘણજ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદી કુંવરજીભાઈએ અગાઉ જમીન વેચાણ કરતા થયેલા નફામાંથી નવી જમીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી આ દરમિયાન તેમના ભાણા મારફતે ગોજારીયાના સોની અજયકુમાર નરેન્દ્રભાઇ સાથે મુલાકાત થઈ અજય સોનીએ પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું જણાવી ખેડૂતનો વિશ્વાસ જીત્યો તેણે મેઉ ગામની સીમમાં આશરે 14 વીઘા જમીન સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી કુલ 1,48,24,207 માં સોદો નક્કી કર્યો.

આ સોદાના પેટે સોની અજયભાઈ કુંવરજીભાઈ પાસેથી ટુકડે-ટુકડે કુલ 81 લાખ રૂપિયા લઈ ગયો ખેડૂતે લખાણ માંગતા સોનીએ મેઉ ગામના જમીન માલિક તરીકે જીલુજી રામાજી નામના વ્યક્તિને રજૂ કર્યા અને નોટરી રૂબરૂ કબજા સાથેનું બાનાખત કરી આપ્યું ત્યારબાદ ખેડૂત પાસેથી વધુ 63 લાખ રૂપિયા પડાવ્યા આમ, કુલ 1 કરોડ 44 લાખ રૂપિયા લેવામાં આવ્યા રૂપિયા આપ્યા બાદ જ્યારે ખેડૂતે જમીનનો દસ્તાવેજ કરી આપવા દબાણ ત્યારે અજય સોનીએ ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું શંકા જતાં ખેડૂતે મેઉ ગામે જઈ મૂળ જમીન માલિક રામાજી જીલુજી ચાવડાની મુલાકાત લીધી.

ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે જમીન માલિકે કોઈ જમીન વેચી જ નથી કે કોઈ બાનાખત પર અંગૂઠો કર્યો બાનાખતમાં જે વ્યક્તિનો ફોટો તે પણ અસલી માલિકનો ન આમ સોનીએ અજાણ્યા શખ્સને અસલી માલિક તરીકે ઉભો કરી ખેડૂત સાથે ઠગાઈ કરી છેતરપિંડી પકડાઈ જતાં સોનીએ સમાધાનના ભાગરૂપે 52 લાખના બે ચેક આપ્યા પરંતુ બેંકમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે તે ખાતું વર્ષોથી બંધ અંતે ખેડૂતે પોતાની સાથે થયેલી વિશ્વાસઘાત અંગે અજયકુમાર નરેન્દ્રભાઇ સોની અને અજાણ્યા બોગસ ખેડૂત વિરુદ્ધ લાઘણજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


