ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુરમાં એક આધેડ કોન્ટ્રાક્ટર હની ટ્રેપનો ભોગ બન્યા તેમને દવા અંગે વાતચીત કરવાના બહાને ચંડીસર ખાતેની એક ઓફિસમાં બોલાવવામાં આવ્યા ત્યાં એક મહિલાએ તેમની સાથે અશ્લીલ વર્તન કરી ફસાવ્યા બાદમાં અજાણ્યા શખ્સોએ ધમકી આપી કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા.

આ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ફરિયાદ અનુસાર, કોન્ટ્રાક્ટર દવા સંબંધિત વાતચીત માટે ઓફિસ પહોંચ્યા ત્યારે ત્યાં હાજર મહિલાએ તેમની સાથે અશ્લીલ વર્તન કર્યું આ સમયે બહારથી ત્રણ અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા અને કોન્ટ્રાક્ટરને ધમકી આપી આ હની ટ્રેપ કેસમાં અક્ષય ઉજેઠીયા,

ડાયાભાઈ ભાગળિયા, એક મહિલા અને અન્ય અજાણ્યા પુરુષો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અક્ષય ઉજેઠીયા અને ડાયાભાઈ ભાગળિયાની ધરપકડ કરી ઉલ્લેખનીય છે કે, પાલનપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં હની ટ્રેપની આ બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ પાલનપુર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.


