ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાસ ગામેથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ડ્રોન કેમેરાની મદદથી આ ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડવામાં આવ્યું પોલીસે ₹12,65,300ની કિંમતના 25.306 કિલોગ્રામ ગાંજાના 24 છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી SOG સ્ટાફ અને નાર્કોટિક્સ સેલ વોચ તપાસમાં હતા ત્યારે જયદીપકુમાર અને ભાવિનભાઈને સંયુક્ત બાતમી મળી.

આ બાતમી મુજબ, પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાવાસ ગામના રાજેટા ફળામાં રહેતા હકમાભાઈ લખાભાઈ ગમાર તેમના ઘરની આગળના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરી રહ્યા અને છોડ કાપીને ખેતરમાં સૂકવી રહ્યા સ્થળ પર સીધી તપાસ કરવી હિતાવહ ન હોવાથી, ડ્રોન મારફતે ખેતરનું સર્વેક્ષણ કરવામાં આવ્યું ડ્રોન સર્વે બાદ તાત્કાલિક સરકારી પંચોની રૂબરૂ હાજરીમાં ખેતરમાં તપાસ કરતા, 25.306 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 24 નંગ ગાંજાના છોડનો કટિંગ કરેલ ડાળી સાથેનો ઉપરનો ભાગ (વજન 4.570 કિલોગ્રામ, કિંમત ₹2,28,500) અને 24 નંગ ગાંજાના મૂળિયા સહિતના કટિંગ કરેલા લીલા ડાળીવાળા છોડ (વજન 20.736 કિલોગ્રામ, કિંમત ₹10,36,800)નો સમાવેશ થાય આરોપી હકમાભાઈ લખાભાઈ ગમાર (ઉંમર 51, રહે. અજાવાસ, રાજેટા ફળો, તા. પોશીના, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આ કામગીરીમાં SOG સાથે સ્થાનિક PI સહિતનો સ્ટાફ પણ જોડાયો.


