ગરવી તાકાત સાબરકાંઠા : પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા SOGએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 12.35 લાખ આંકવામાં આવી બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોને પકડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાઓના આધારે, SOG શાખા સક્રિય બની.

SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના સુપરવિઝન હેઠળ, પો.સબ.ઇન્સ જે.જે. સરવૈયા અને SOG સ્ટાફના ગૌરવકુમાર, સંકેતકુમાર અને મયંકકુમાર પાલનપુર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન, તેમને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી કે મૂળચંદભાઈ કેશાભાઈ સલાટ (રહે. માનસરોવર ફાટક, ખોડીયારનગર, અગ્રેસન સોસાયટીની સામે, પાલનપુર) પોતાના ઘરે ગાંજો રાખી તેનું વેચાણ કરે આ બાતમીના આધારે, પો.ઇન્સ એસ.એમ. પટણીએ NDPS એક્ટ હેઠળ રેડનું આયોજન પંચો સાથે સદરહુ જગ્યાએ દરોડો પાડતા,

મૂળચંદભાઈ કેશાભાઈ સલાટના કબજા ભોગવટાના ઘરમાંથી 24.713 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો જેની કિંમત 12,35,650/- રૂપિયા ગાંજા ઉપરાંત, પોલીસે ગાંજો વજન કરવા માટે ઉપયોગમાં લેવાતો ઇલેક્ટ્રિક વજન કાંટો, એક સ્ટેપ્લર, પ્લાસ્ટિકની નાની પારદર્શક થેલીઓનું એક બંડલ અને રોકડ રૂ. 1150 જપ્ત કર્યા આમ, કુલ રૂ. 12,42,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આરોપી મૂળચંદભાઈ કેશાભાઈ સલાટ (ઉંમર 39) વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


