ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરથી દબાણ હટાવવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી વોર્ડ નંબર 5 માં આવેલા બલોચ વાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર 1701 હેઠળની 5734 ચોરસ મીટર જમીન પરના 40 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું આ કાર્યવાહીને કારણે ઘણા પરિવારો બેઘર બન્યા વહીવટી તંત્ર દ્વારા રાધનપુર શહેરના વોર્ડ નંબર 5 માં આવેલી આ સરકારી જમીન પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી સિટી સર્વે નંબર 1701 હેઠળની આશરે 5734 ચોરસ મીટર જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો.
![]()
તંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી જેની મુદત પૂર્ણ થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનો દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ આ કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે આક્ષેપો કર્યા સ્થાનિક રહીશોનું કહેવું કે, તેઓ છેલ્લા 40 વર્ષથી આ જગ્યા પર રહે અને તંત્ર દ્વારા પૂરતી જાણકારી આપ્યા વિના જ મકાનો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી રહેઠાણ ગુમાવનારા લોકોએ સરકાર પાસે વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરી આપવા માટે માગ કરી.

એક અધિકારીએ જણાવ્યું કે, આ જમીન સિટી સર્વે નંબર 1701 હેઠળ આવે જેનું ક્ષેત્રફળ 5734 ચોરસ મીટર (આશરે 57 ગુંઠા) આ સરકારી જમીન અને સિટી સર્વે કચેરીએ 17 એપ્રિલ 2026ના રોજ આ અંગે 202ની નોટિસ આપી કુલ 21 મકાનોને નોટિસ આપવામાં આવી જેમાંથી 13 રહીશોએ પોતાના મકાન ખાલી કરી દીધા બાકીના 8 રહીશોએ મકાન ખાલી ન કરતા, સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન, ચીફ ઓફિસર અને જી.ઈ.બી. સ્ટાફ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી.


