ગરવી તાકાત સાબરકાંઠા : ઇડર તાલુકાના નાના કોટડા ગામના 43 વર્ષીય સુરેશભાઈ કાંતિભાઈ રાઠોડનું વડાલી નજીક બાઈકની ટક્કરે મૃત્યુ થયું શુક્રવારે તેઓ પોતાના બે મિત્રો સાથે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શને પગપાળા જઈ રહ્યા ત્યારે આ દુર્ઘટના બની પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેશભાઈ અને તેમના મિત્રો વડાલી કોર્ટ નજીકથી પસાર થઈ રહ્યા તે સમયે પાછળથી આવી રહેલા GJ.17.CG.2747 નંબરના બાઈક ચાલકે સુરેશભાઈને ટક્કર મારી.

આ ટક્કરના કારણે સુરેશભાઈ રોડ પર પટકાયા અને તેમને ગંભીર ઈજાઓ થઈ જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અકસ્માત સર્જનાર બાઈક ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો આસપાસના લોકો અને રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી મૃતક સુરેશભાઈ અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકને વડાલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

ફરજ પરના તબીબોએ સુરેશભાઈને મૃત જાહેર કર્યા જ્યારે બાઈક ચાલકને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બનાવની જાણ થતા જ વડાલી પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી પોલીસે સુરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.