ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના મડાણા ગામ નજીક ગત શુક્રવારે રાત્રે પિકઅપ ડાલાની ટક્કરની બાઇક ચાલક યુવકનું મોત થયું આ અંગેની ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસે ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ડીસા તાલુકાના રાણપુર ગામના કરણભાઈ ખાડેડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કાકાના દિકરા હિતેષજી અશોકજી ખાડેડીયા.

તા. 24 એપ્રિલે બાઇક (જીજે-08-ઇએ-9580) લઈને ધનપુરા ખાતે લગ્ન પ્રસંગે જવા નીકળ્યા તેઓ પાલનપુર તાલુકાના મડાણા (ડાં) ગામેથી પોતાના સંબંધીઓને લઈને આગળ જવાના આ દરમિયાન રાત્રિના સમયે મડાણા પાટિયા નજીક પિકઅપ ડાલા (જીજે-08-એયુ-3043)ના ચાલકે હિતેષજીની બાઈકને ટક્કર મારી.
![]()
આથી હિતેષજીને માથા તેમજ હાથ-પગના ભાગે ભારે ઇજાઓ પહોંચી ઘટના બાદ તેમને તાત્કાલિક ચંડીસર સીએચસી ખાતે સારવાર માટે ખસેડ્યા પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમવિધિ કરી આ મામલે પાલનપુર તાલુકા પોલીસે પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.


