ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના વિજાપુરમાં ACBએ મોટી કાર્યવાહી કરતા તાલુકા પંચાયતના કરાર આધારિત ગ્રામ સેવકને 5 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયના હપ્તા ઝડપથી મંજૂર કરાવવાના બહાને આરોપીએ લાંચની માંગણી કરી મળતી માહિતી મુજબ ફરિયાદીને તેમનું વડીલોપાર્જિત જૂનું ઘર તોડીને નવું મકાન બનાવવાનું આ માટે સરકારની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ તેમને 1,20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર આ ઉપરાંત નવી યોજના હેઠળ જાહેર થયેલા 50 હજાર રૂપિયા પૈકીનો ત્રીજો હપ્તો.
![]()
અને અન્ય સહાય ઝડપથી મેળવી આપવા માટે ગ્રામ સેવક અજયસિંહ રાજપુતે 5 હજાર રૂપિયાની લાંચની માંગ કરી ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો જેના આધારે આજે વિજાપુરના આનંદપુરા સર્કલ પાસે છટકું ગોઠવ્યું છટકા દરમિયાન આરોપી અજયસિંહે ફરિયાદી સાથે વાતચીત કરી 5 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી તે જ સમયે ACBની ટીમે ત્રાટકીને આરોપીને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો.

આ સફળ ટ્રેપ ગાંધીનગર એસીબીના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. દેસાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક એ.કે. પરમાર (ગાંધીનગર ACB) અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડા (નાયબ નિયામક, એસીબી અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યું હાલમાં એસીબીએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ માંગતા ભ્રષ્ટ કર્મચારીઓમાં આ ઘટનાથી ફફડાટ વ્યાપી ગયો.


