મોઢેરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગૂમ થયેલા 4 મોબાઈલ ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ મૂળ માલિકને સોંપાયા….

April 30, 2026

ગરવી તાકાત મહેસાણા : મોઢેરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ કામગીરીના પરિણામે નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનોલોજીના માધ્યમથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી અને સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને તેમના નાણાં પરત અપાવી ન્યાયિક કામગીરી કરી.

પોલીસે CEIR પોર્ટલની મદદથી કુલ 1,13,498ની કિંમતના 4 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા આ તમામ ફોન તેના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા આ ઉપરાંત, સાયબર ઠગાઈનો ભોગ બનેલા નાગરિકો દ્વારા કરવામાં આવેલી NCCRP અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી પોલીસે ભોગ બનનારના બેંક ખાતામાં કુલ રૂ. 57,690ની રકમ પરત જમા કરાવી અને રુપિયા 1,71,188નો મુદ્દામાલ પરત અપાવી પોલીસે સફળતા મેળવી.

પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. રાવલે નાગરિકોને અપીલ કરી કે, જ્યારે પણ મોબાઈલ ગુમ થાય ત્યારે તાત્કાલિક CEIR પોર્ટલ પર અને જો સાયબર છેતરપિંડી થાય તો વિલંબ કર્યા વગર NCCRP પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવી જોઈએ. નાગરિકોની જાગૃતિ અને પોલીસની ત્વરિત કાર્યવાહી દ્વારા ગુનાખોરી ડામવા અને માલ-મિલકત પરત મેળવવામાં મોટી મદદ મળી શકે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0