વિજાપુર તાલુકાના ચોગોદ-લાડોલ રોડ પર હિટ એન્ડ રનની બની ઘટના યુવકનું કરુણ મોત…

April 14, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચોગોદ-લાડોલ રોડ પર રવિવારે રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની અમદાવાદથી પોતાના વતન શોભાસણ જઈ રહેલા યુવકને કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા યુવકનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું મૂળ વડનગરના શોભાસણ ગામના વતની અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહી ખાનગી નોકરી કરતા.

Vijapur Highway Hit & Run: Youth Dies, Driver Flees | Police Probe

અક્ષયભાઈ સંજયભાઈ પટેલ સાંજના સમયે પોતાના મિત્રનું જ્યુપીટર લઈને અમદાવાદથી વતન શોભાસણ જવા નીકળ્યા રાત્રિના પોણા નવેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ વિજાપુરથી શોભાસણ તરફ જઈ રહ્યા ત્યારે ચોગોદ અને લાડોલ વચ્ચે આવેલી સનરાઈઝ સ્કૂલ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમના ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી અકસ્માત એટલો ભયાનક કે, અક્ષયભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી.

અમદાવાદના નારણપુરામાં હિટ એન્ટ રન, એક યુવકનું મોત | chitralekha

અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો બનાવની જાણ થતાં જ અમદાવાદ રહેતા તેમના મોટાભાઈ જૈમીનભાઈ તાત્કાલિક વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા જ્યાં ફરજ પરના તબીબોએ અક્ષયભાઈને મૃત જાહેર કર્યો આ મામલે મૃતકના મોટાભાઈ જૈમીનભાઈ પટેલે લાડોલ પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0