ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી સ્ટાફની પ્રથમ તબક્કાની તાલીમ યોજાઈ આ તાલીમ શિબિર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી વિવિધ જવાબદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

તાલીમ દરમિયાન EVM સંચાલન, મશીન સીલ કરવાની પ્રક્રિયા અને તેના ટેકનિકલ પાસાઓ વિશે પ્રાયોગિક સમજ પૂરી પાડવામાં આવી આ ઉપરાંત, મતદાન મથક પર રાખવાના થતા વિવિધ રજિસ્ટર, કાયદાકીય ફોર્મ્સ ભરવાની પદ્ધતિ અને અન્ય દસ્તાવેજી પ્રક્રિયાની વિગતો પણ સમજાવવામાં આવી મતદાન મથક પર કાયદો અને વ્યવસ્થા જાળવીને શાંતિપૂર્ણ માહોલમાં શિસ્તબદ્ધ મતદાન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો.

પ્રાંત અધિકારીએ જણાવ્યું ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની ભૂમિકા અત્યંત મહત્વની હોય કોઈ પણ પ્રકારની ક્ષતિ વગર કામગીરી પૂર્ણ થાય તે માટે આ તાલીમ અનિવાર્ય વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય બાકી રહેલા સ્ટાફ માટે પણ તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપી શકાય.


