ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા રેન્જ પોલીસે પાલનપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી પોલીસે કુલ 91,52,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં 66,32,160 રૂપિયાનો દારૂનો જથ્થો સામેલ આ કાર્યવાહીમાં એક ઇસમને પણ પકડી પાડવામાં આવ્યો આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુરની સૂચના હેઠળ કરવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે.

રેન્જના જિલ્લાઓમાં પરપ્રાંતિય વિદેશી દારૂની હેરફેર કે વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે.પરમાર, બનાસકાંઠા રેન્જના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને મળેલી સચોટ બાતમીના આધારે પાલનપુર હાઇવે પર એરોમા સર્કલ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી આ દરમિયાન GJ-18-BW-5348 નંબરના આઇસર ટ્રકનું ચેકિંગ કરવામાં આવ્યું ટ્રકની તપાસ કરતા, તેમાં પ્લાસ્ટિકના કટ્ટાઓમાં ભરેલા ભુસાની આડમાં પતરાનું પાર્ટેશન બનાવી.

અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 662 પેટીઓ છુપાવવામાં આવી આ પેટીઓમાં કુલ 28,308 બોટલ/ટીન દારૂ જેની કિંમત 66,32,160 રૂપિયા આંકવામાં આવી આ દારૂની હેરાફેરીમાં જોગારામ રાવ (રહે. બાયતુ, જિ. બાડમેર, રાજસ્થાન) નામના ઇસમને પકડી પાડવામાં આવ્યો આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના આ ષડયંત્રમાં સામેલ અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


