સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારના વાયડ ગામ નજીક હાઈવે પર એક યુવકનું અપહરણ કરી તેને છરી મારી…

April 13, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયડ ગામ નજીક હાઈવે પર એક યુવકનું અપહરણ કરી તેને છરી મારી ઇજા પહોંચાડવામાં આવી જોકે, અપહરણકર્તાઓને પોતાની ભૂલ સમજાતા તેમણે યુવકને અધવચ્ચે ઉતારી દીધો આ ઘટનામાં ભોગ બનનાર પરિવારે પોલીસ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા પોલીસે સામેથી ગુનો નોંધી તપાસ શરૂ કરી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના 19 વર્ષીય અશ્વિનકુમાર વિનોદજી ઠાકોર 12 એપ્રિલ, 2026ના રોજ બપોરે તેમના પિતરાઈ ભાઈ સાથે વેગનર ગાડીમાં શિહોરીથી પાટણ જઈ રહ્યા.

Patan Youth Kidnapped, Stabbed | Mistaken Identity; Police File Case

વાયડ અને મેલુસણ ગામ વચ્ચે હાઈવે પર ભૂમિ એન્ટરપ્રાઈઝ નજીક એક સફેદ રંગની આઈ-20 ગાડીએ તેમની કારને આંતરી મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા શખ્સોએ અશ્વિનકુમારને છરી બતાવી બળજબરીથી પોતાની ગાડીમાં ખેંચી અપહરણ કર્યું અપહરણકર્તાઓએ ગાડીમાં અશ્વિનકુમારનો ફોટો પાડી અન્ય વ્યક્તિને મોકલ્યો તેમને જાણ થઈ કે તેમણે ખોટા યુવકનું અપહરણ કર્યું પોતાની ભૂલ સમજાતા આરોપીઓએ અશ્વિનકુમારને માર માર્યો અને તેમના પેટના ડાબા ભાગે છરીનો ઘા ઝીંકી દૂધારામપુરા પાસે રસ્તામાં ઉતારી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો.

વેપારીનું અપહરણ કરીને શખ્સો હૈદરાબાદ લઇ ગયાઃ 1.68 કરોડ માગી જમીન પડાવી

આ બનાવ અંગે સરસ્વતી પોલીસે ભોગ બનનાર યુવક અને તેના પરિવારની પૂછપરછ કરી જોકે, પરિવારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો ધોળે દિવસે હાઈવે પર અપહરણ અને હુમલા જેવો ગંભીર ગુનો બન્યો હોવાથી પોલીસે જાહેર હિતમાં પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો પોલીસે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 140(3), 118(1), 115(2), 126(2), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0