વડાલી તાલુકાના બડોલકંપા ગામમાં એક બંધ મકાનમાંથી 11.50 લાખની મતાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર…

April 13, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના બડોલકંપા ગામમાં એક બંધ મકાનમાંથી આશરે રૂ. 11.50 લાખની મતાની ચોરી થઈ અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી વડાલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બડોલકંપા ગામના વતની જીતેન્દ્રકુમાર બાબુલાલ પટેલ હાલ ખેડબ્રહ્માની મોતીનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે તેઓ જ્યોતિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છેલ્લા પંદર દિવસથી તેમના માતા-પિતા પણ ખેડબ્રહ્મા ગયા હોવાથી તેમનું વતનનું મકાન બંધ ૯ એપ્રિલ ૨૦૨૬ની રાત્રે ગામમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી મોટાભાગના લોકો ઘરની બહાર.

Vadali House Theft: Rs 11.50 Lakh Stolen | Police Investigation Begins

આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનના પાછળના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યે ફરિયાદીના કાકા મગનભાઈએ તાળું તૂટેલું જોતાં જીતેન્દ્રકુમારને જાણ કરી માહિતી મળતાં જ જીતેન્દ્રકુમાર પરિવાર સાથે તાત્કાલિક બડોલકંપા ગામે પહોંચ્યા મકાનમાં પ્રવેશ કરતાં જ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો તિજોરી તપાસતા સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાનું સામે આવ્યું ફરિયાદ મુજબ, તસ્કરોએ આશરે ૩ તોલાનો સોનાનો હાર, 3 તોલાનું મંગળસૂત્ર, ૩ તોલાની 3 બંગડીઓ, 1 તોલાની સોનાની ચેઈન અને 1 તોલાની ત્રણ વીંટીઓ સહિત કુલ રૂ. 11 લાખના દાગીનાની ચોરી કરી આ ઉપરાંત, રૂ. 50 હજાર રોકડ પણ ચોરી થઈ આમ કુલ રૂ. 11.50 લાખની મતાની ચોરી થઈ.

Vadali House Theft: Rs 11.50 Lakh Stolen | Police Investigation Begins

આ દાગીના 30 થી 50 વર્ષ જૂના હોવાથી તેમની બજાર કિંમત વધુ હોઈ શકે જીતેન્દ્રકુમાર પટેલે વડાલી પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા અને સ્થાનિક લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છેલ્લા કેટલાક સમયથી ગામડાઓમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0