ગરવી તાકાત મહેસાણા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો આ અંતર્ગત મહેસાણા જિલ્લાના કડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કડી નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના ફોર્મ રજૂ કર્યા આ પ્રસંગે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રભારી અને વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, સંગઠન મહામંત્રી ભગાજી ઠાકોર, કડીના પ્રભારી ભીખા ચાચરિયા,

શહેર પ્રમુખ જિજ્ઞેશ પટેલ તેમજ ધારાસભ્ય રાજુ પટેલ અને વિનોદ પટેલ સહિતના અનેક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા ભાજપના હજારો કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં કડી નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહેસાણા જિલ્લા પંચાયતના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારો આજે મેન્ડેટ સાથે ફોર્મ ભરી રહ્યા તેમણે દાવો કર્યો કે કડીમાં છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો.

અને નગરજનોએ હંમેશા વિકાસના કામોને મત આપ્યા નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભાજપ ફરી એકવાર જંગી બહુમતીથી વિજયી બનશે તેમણે ઉમેર્યું કે કાર્યકરો અને મતદારોના સહકારથી કડી નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તમામ જ્ઞાતિ-જાતિના લોકોનો સાથ સહકાર ભાજપને મળી રહ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો.


