અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક મેગા ડ્રાઇવ શરૂ…

April 11, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી આ ડ્રાઇવમાં જિલ્લા ટ્રાફિક, હાઈવે ટ્રાફિક, ઇન્ટરસેપ્ટર કાર અને હાઈવે પેટ્રોલની ટીમો સક્રિય.

Aravalli Traffic Drive: Black Film & Over-Speeding Crackdown Ahead of  Elections

મોડાસા શહેરના પેલેટ ચારરસ્તા ખાતે ટ્રાફિક PSI વી.એસ. ધોકડીયા અને તેમની ટીમે મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજી આ ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી કારો ઓવરલોડિંગ વાહનો, ફોગ લાઈટનો ગેરઉપયોગ કરનારા અને ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા પોલીસે દંડ ફટકારવા ઉપરાંત, બ્લેક ફિલ્મ લગાવેલી કારો પરથી સ્થળ પર જ ફિલ્મ ઉતરાવી કાયદાનું પાલન કરાવ્યું.

આ કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં પણ નિયમો પ્રત્યે જાગૃતિ અને સાવચેતી જોવા મળી રહી પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું કે આ ટ્રાફિક ડ્રાઇવ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે નિયમોનો ભંગ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની નરમાઈ દાખવવામાં આવશે નહીં અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ આગામી દિવસોમાં પણ નિયમ તોડનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0