ગરવી તાકાત પાલનપુર : પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 6 તારીખના રોજ ચાર વર્ષના એક બાળકનું અપહરણ થયું શ્રમિક પરિવારના આ બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણકર્તાઓ ગાડીમાં લઈ ગયા પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને હેમખેમ છોડાવી બે આરોપીઓની ધરપકડ કરી આ આરોપીની તપાસમાં બાળ તસ્કરીનો પદાર્ફાશ થયો પોલીસ વડા પ્રશાંત સુંબે એ જણાવ્યું કે વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 6 તારીખના રોજ ધનપુરા ગામ ખાતેથી પાલીના એક ભિક્ષુક પરિવારના 4 વર્ષના માસૂમ બાળકનું ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો દ્વારા ગાડીમાં આવી અપહરણ કરવામાં આવ્યું.

આ ઘટનાની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક ઓપરેશન દેવ શરૂ કરવામાં આવ્યું જેમાં વડગામ પોલીસ, ડી.વાય.એસ.પી. કચેરી દાંતા, એલ.સી.બી. એસ.ઓ.જી. અને પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓની અંદાજે 7 જેટલી ટીમો બનાવવામાં આવી અપહરણમાં વપરાયેલી ગાડીના વર્ણન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે લગભગ 70 થી 80 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા સઘન તપાસ અને સર્ચ ઓપરેશનના અંતે ગણતરીના 4 જ કલાકમાં પોલીસે બાળકને હેમખેમ છોડાવી લીધું અને આરોપીઓની ધરપકડ કરી બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું.

ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષ ગમાર અને બનાસકાંઠા જિલ્લાના જ રહેવાસી બાબુ ઉર્ફે બાબુ ભગોરાનો સમાવેશ થાય આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ કે, તેઓ નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યની ટોળકીઓને વેચી દેતા એક થી દોઢ લાખ રૂપિયામાં બાળકનો સોદો નક્કી થતો જો પોલીસે ત્વરિત કાર્યવાહી ન કરી તો આ બાળકને રાજ્ય બહાર મોકલી દેવાની પૂરેપૂરી શક્યતા તપાસમાં એ પણ સામે આવ્યું કે, આરોપી શૈલેષ ગમારે અગાઉ એક માસૂમ બાળકીને પણ 1 લાખ રૂપિયામાં વેચી જે અંગે હાલ તપાસ ચાલુ હાલમાં આ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું અને અન્ય સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી.


