ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મઉ રોડ પર આવેલા ખરીદ વેચાણ સંઘની જગ્યામાં આ કાર્યાલય શરૂ કરાયું ભિલોડાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પી.સી. બરંડાના હસ્તે તેનું ઉદ્ઘાટન આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ,ભાજપ મંડલ પ્રમુખ સહિતના અગ્રણીઓએ હાજરી આપી મંત્રી પી.સી. બરંડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોએ એકજૂટ થઈને પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે તેમણે કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા, જનતા સાથે સતત સંપર્કમાં રહેવા.

અને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા અપીલ આ સાથે ઉપસ્થિત અન્ય આગેવાનો દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા અને ભાજપના વિકાસ કાર્યોને જનતા સુધી પહોંચાડવા પર ભાર મુકાયો કાર્યાલયના ઉદ્ઘાટનથી સ્થાનિક સ્તરે ચૂંટણી કામગીરીને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી.


