ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં કુલ ₹31,38,368 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે એક આરોપીની ધરપકડ કરી જ્યારે અન્ય એક ફરાર LCB ટીમે AR.06.9159 નંબરની લક્ઝરી બસમાંથી 5652 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો પકડ્યો જેની કિંમત ₹16,33,368 આંકવામાં આવી.

દારૂ, બસ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹31,38,368 નો મુદ્દામાલ જપ્ત કરાયો બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાઓના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો પેટ્રોલિંગ દરમિયાન, બાતમીના આધારે એસબીપુરા ગામની સીમમાં હાઈવે રોડ પર નાકાબંધી કરવામાં આવી.
![]()
આ નાકાબંધી દરમિયાન, લક્ઝરી બસ નંબર AR.06.9159ના ચાલક મહેશભાઈ હરીભાઈ પ્રજાપતિને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યો જોકે, અન્ય આરોપી કિશન સિંહ દીપસિંહ રાઠોડ (રહે. જોધપુર) રેડ દરમિયાન નાસી છૂટ્યો આ બંને આરોપીઓએ રાજસ્થાન નિર્મિત વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચ્યું આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


