ગરવી તાકાત પાટણ : ચાણસ્માના ઉગમણા દરવાજા વિસ્તારમાં રહેતા અને દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતા યુવક સાથે બોલેરો ગાડી ખરીદવાના બહાને 7.05 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી આરોપીઓએ વિશ્વાસ કેળવી માત્ર 1 લાખ રૂપિયા આપી, બાકીના નાણાં ચૂકવ્યા વગર ગાડી અન્યત્ર વેચી મારી આ મામલે ચાણસ્મા પોલીસે વિજાપુરના વસાઈ ડાભલા અને ઇડરના કમાલપુરના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલદીપ ડોડીયાએ વર્ષ 2023માં 12.65 લાખની કિંમતે મહિન્દ્રા બોલેરો નિયો ટેન ખરીદી.

આ ગાડી પર ચાણસ્મા કો-ઓપરેટિવ બેંકની લોન ચાલુ કુલદીપે ગાડી વેચવા માટે તેમના મિત્ર ચિરાગસિંહ (રહે. જીતોડા) સાથે વાત કરી દરમિયાન, 23 જાન્યુઆરી 2026ના રોજ અનીલગીરી ગોસ્વામી (રહે. વસાઈ ડાભલા, તા. વિજાપુર) અને ભૌતિકગીરી ગોસ્વામી (રહે. કમાલપુર, તા. ઇડર) કુલદીપકુમારના ઘરે આવ્યા બંને પક્ષો વચ્ચે ગાડીનો સોદો 7.05 લાખમાં નક્કી થયો આરોપીઓએ ગાડીની બાકીની લોન ભરપાઈ કરી દેવાની ખાતરી આપી અને ‘બે દિવસ ફેરવવા માટે આપો તેમ કહી કુલદીપનો વિશ્વાસ જીત્યો આરોપીઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા અને આર.સી. બુક સાથે ગાડી લઈ ગયા.
![]()
જોકે, બે દિવસ બાદ લોન ભરવા કે બાકીના નાણાં આપવા બાબતે આરોપીઓએ વાયદા શરૂ કર્યા કુલદીપે તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપીઓએ આ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલી તન્વી મોટર્સમાં રાહુલદાન ગઢવીને 5.80 લાખમાં વેચી દીધી અને તેમની પાસેથી 4 લાખ રૂપિયા મેળવી લીધા રાહુલદાન ગઢવીએ પણ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા અંતે કુલદીપે પોલીસનો આશરો લીધો ચાણસ્મા પોલીસે આ મામલે અનીલગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


