ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છેલ્લા દસ વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો ગ્રામજનોના આક્ષેપ મુજબ, સિંચાઈના પાણીના અભાવે ગામની આશરે 700 થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ.
આના પરિણામે ખેતી પર નિર્ભર પરિવારોની આર્થિક સ્થિતિ કથળી પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતા અત્યાર સુધીમાં ગામમાંથી 500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા ગામમાં પાયાની સુવિધા ગણાતા સિંચાઈના પાણીના અભાવે સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાણીની અછતને કારણે દીકરા-દીકરીઓના લગ્ન પ્રસંગો કરવામાં પણ અવરોધ આવી રહ્યો.
જેના કારણે અનેક પરિવારોએ લગ્ન માટે પણ ગામ છોડવાની નોબત આવી તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા, અંતે ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું ગામમાં વિવિધ જગ્યાએ પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં.


