ગરવી તાકાત બનાસકાંઠા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ પ્રક્રિયા પાલનપુર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી પાલનપુર શહેરના પ્રભારી અને મહેસાણાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ.

આ અંગે જણાવ્યું કે, દરેક વોર્ડમાંથી વ્યક્તિગત રીતે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા અને તેમની સેન્સ લેવા માટે તેઓ ઉપસ્થિત રહ્યા આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી જેમાં ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા અને ત્યારબાદ પ્રમુખ દ્વારા તેનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હસમુખભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10 થી 12 દાવેદારો.

જ્યારે કેટલાક વોર્ડમાં તો 20 જેટલા દાવેદારો જોવા મળ્યા આ દર્શાવે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસમાં દાવેદારોનો મોટો ધસારો ઉમેદવારની પસંદગી માટેના માપદંડ અંગે હસમુખ ચૌધરીએ સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે, કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા, પક્ષ પ્રત્યેની વફાદારી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.


