ગરવી તાકાત મહેસાણા : વિસનગરના કાંસા ચોકડી નજીક એક્ટિવા ચાલકે અચાનક વળાંક લેતા બાઈક સાથે અકસ્માત થતાં રહી ગયો આ બાબતે ઠપકો આપતા એક અજાણ્યા શખ્સે દંપતી પર હુમલો કર્યો લોખંડની ટોમી વડે પરિણીતાને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી પતિની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ ઘટના રવિવારે બની વિસનગરના મારવાડી વાસમાં રહેતા વિનાયક રમેશ ભીલ તેમની પત્ની આરતીબેન સાથે પાટણથી મોટરસાયકલ પર પરત ફરી રહ્યા.
![]()
કાંસા ચોકડી પાસેથી પસાર થતી વખતે તેમની આગળ ચાલતા એક એક્ટિવા ચાલકે અચાનક વળાંક લીધો અકસ્માત થતા રહી ગયો હોવાથી વિનાયકે એક્ટિવા ચાલકને પૂછ્યું કે, કેમ તમે અચાનક એક્ટિવા વાળી દીધું? આટલું કહેતા જ નજીકમાં આવેલી શ્રી બાલાજી ડેકો ગ્રીલ નામની દુકાનમાંથી એક અજાણ્યો શખ્સ લોખંડની ટોમી લઈને ધસી આવ્યો તેણે વિનાયક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિનાયક ખસી જતાં ટોમી બાઈક પર વાગી.
ત્યારબાદ આ શખ્સે વિનાયકની પત્ની આરતીબેનને બરડાના ભાગે લોખંડની ટોમીનો ફટકો માર્યો. આરતીબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હુમલાખોર શખ્સ જતી વખતે જો હવે પછી હાથમાં આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નાસી છૂટ્યો ઇજાગ્રસ્ત આરતીબેનને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી આ મામલે વિનાયક ભીલની ફરિયાદના આધારે વિસનગર શહેર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


