અરવલ્લી SOGએ ભિલોડાના વીરપુરથી મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતાં નકલી તબીબને ઝડપી પાડ્યો…

April 6, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી એસઓજીની ટીમે ભિલોડાના વીરપુરથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતાં નકલી તબીબને ઝડપી પાડ્યો પોલીસે મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં આરોપી પાસેથી દવાઓનો જથ્થો તેમજ મેડિકલ સાધનો સહિત 9193નો મુદ્દામાલ કબજે કર્યો વીરપુરમાં છેલ્લા કેટલાય સમયથી શખ્સ ગેરકાયદે રીતે.

એલોપેથીક દવાઓ રાખી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો તેવી માહિતીના આધારે એસઓજીએ વીરપુર (બારવલ્લા)માં દરોડો પાડતાં જયંતીભાઈ શકરાજી ડામોર નામનો શખ્સ ડોક્ટર તરીકેનું ખોટું રૂપ ધારણ કરી બીમાર લોકોની તપાસ કરી એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન આપતાં રંગેહાથ ઝડપાઈ ગયો પોલીસે તપાસમાં બહાર આવ્યું.

કે આ નકલી તબીબ પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતાં તે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પરથી એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ 9193નો મુદ્દામાલ જપ્ત કર્યો આ બોગસ ડોક્ટર વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0