સતલાસણાના જશપુર ગામ પાસે ખેતરે જવા નીકળેલા વૃદ્ધના બાઇકને ઇક્કો ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો…

April 3, 2026

ગરવી તાકાત મહેસાણા : સતલાસણા તાલુકાના જશપુર ગામ પાસે ખેતરે જવા નીકળેલા એક વૃદ્ધના બાઇકને પશુ દવાખાનું લખેલી ઇક્કો ગાડીએ જોરદાર ટક્કર મારી આ અકસ્માતમાં વૃદ્ધને ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તેઓ મહેસાણાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જશપુર ગામે રહેતા 57 વર્ષીય મોહનજી વરવાજી ઠાકોર બુધવારે પોતાનું બાઇક લઈને ઘરેથી ખેતરે જવા નીકળ્યા.

After the accident, the driver left the injured young man and died

તેઓ જેવા જશપુરથી સુદાસણા તરફ જતા રોડ પર ચઢ્યા, તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલી ઇક્કો ગાડીના ચાલકે તેમને અડફેટે લીધા અકસ્માત એટલો જોરદાર કે વૃદ્ધ રોડ પર પટકાયા અને તેમનો ડાબો પગ કચડાઈ ગયો અકસ્માતનો અવાજ સાંભળી મોહનજીનો પુત્ર ગિરધરસિંહ, પત્ની ગીતાબેન અને પુત્રી કોમલ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા.

સતલાસણા: પટેલવાડીથી 40 હજારની કિંમતનું બાઈક ચોરાયું

લોહીલુહાણ હાલતમાં પડેલા પિતાને જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વડનગર સિવિલ લઈ જવામાં આવ્યા જ્યાંથી ગંભીર હાલત જણાતા વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં ICUમાં ખસેડાયા આ મામલે સતલાસણા પોલીસે ફરાર ઇકો ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0