દાંતા-પાલનપુર હાઇવે પર મુમનવાસ નજીક કાકા-ભત્રીજાને કાર ચાલકે અડફેટે લેતાં બંનેના મોત…

April 3, 2026

ગરવી તાકાત પાલનપુર : દાંતા-પાલનપુર હાઇવે પર મુમનવાસ નજીક બુધવારે સવારે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની જેમાં ટુવ્હીલર રોડ સાઈડમાં ઉભુ રાખી વાતચીત કરી રહેલા અંધારીયા ગામના કાકા-ભત્રીજાને કાર ચાલકે અડફેટે લેતાં બંનેના મોત થયા પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી વડગામ તાલુકાના અંધારીયા ગામના હરીસિંહ હાલસિંહ ડાભી તેમના ભાઈ જેસલસિંહ સાથે.

Worli Matka - ટેગ | રખેવાળ

બુધવારે સવારે માતાજીના હવન માટે લાકડાં લેવા જતાં ત્યારે બંને ભાઈઓ ટુવ્હીલર પર દાંતા-પાલનપુર હાઇવે પરથી મુમનવાસ તરફ જઈ રહ્યા રસ્તામાં કાકા ચમનસિંહને સાથે લેવા માટે ટુવ્હીલર રોડ સાઈડમાં ઉભું રાખ્યું ત્યારે દાંતા તરફથી પાલનપુર તરફ પૂરઝડપે આવી રહેલી કાર (જીજે-08-બીએસ-6967)ના ચાલકે ટુવ્હીલર અને પાસે ઉભેલા લોકોને પાછળથી જોરદાર ટક્કર મારી.

નાગપુરમાં ભયંકર અકસ્માત: ઓવરટેક કરવા જતાં 7 લોકોના મોત, બાળકીનો આબાદ બચાવ |  five dead in a road accident at nagpur

અકસ્માતમાં જેસલસિંહ રોડ પર ફેંકાઈ જતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ જ્યારે ચમનસિંહ કારના બોનેટ પર ફંગોળાયા ઘટનાના બાદ કારચાલક ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા જ્યાં ફરજ પરના તબીબે જેસલસિંહને મૃત જાહેર કર્યા થોડા સમય બાદ સારવાર દરમિયાન ચમનસિંહનું પણ મોત નિપજ્યું હરીસિંહ હાલસિંહ ડાભીએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0