કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત 45મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…

March 26, 2026

ગરવી તાકાત મહેસાણા : કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત 45મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ રામજી મંદિર ખાતેથી નીકળી જેમાં મોટી સંખ્યામાં રામભક્તો અને નગરજનો જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદ કડી છેલ્લા 45 વર્ષથી રામનવમીના પવિત્ર તહેવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે આ પરંપરાગત યાત્રા નીકળે જે કડીના ધાર્મિક અને સામાજિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ.

Kadi Ramnavami Shobhayatra: Elephants, Horses & Costumes Steal Show

રામનવમીના દિવસે ગુરુવારે સવારે કડીના દેત્રોજ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ રામજી મંદિરના પ્રાંગણમાંથી ‘જય શ્રી રામ’ના ઘોષ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું ભગવાન રામની આરતી ઉતારીને સાધુ-સંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી. આ શોભાયાત્રામાં હાથી, ઘોડા, ભગવાનનો રથ, ઢોલ, ત્રાસા, બેન્ડવાજા, વિવિધ ઝાંખીઓ, દીકરીઓ દ્વારા તલવારબાજીના અખાડા અને 30થી વધુ ઐતિહાસિક વેશભૂષાના.

Kadi Ramnavami Shobhayatra: Elephants, Horses & Costumes Steal Show

પ્લોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા આ દ્રશ્યો જોવા માટે માર્ગો પર મોટી ભીડ ઉમટી પડી. શોભાયાત્રા લક્ષ્મીનારાયણ રામજી મંદિરથી શરૂ થઈને બહુચર માનું મંદિર, મંગલમ સોસાયટી, ધરતી સિટી, ભાગ્યોદય હોસ્પિટલ, ટાવર, મંત્રી રોડ, કરણપુર શાકમાર્કેટ, લુહાર કુઈ, પરિષદ કાર્યાલય, ચબૂતરા ચોક, નવાપુરા, મોટા તળાવ થઈને ખાખચોક રામજી મંદિર ખાતે પહોંચી અહીં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની આરતી ઉતારવામાં આવી અને ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0