પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘રાજમાતા નાયકાદેવી ખેલકૂદ મહોત્સવ-2026’નો પ્રારંભ…

February 23, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે ‘રાજમાતા નાયકાદેવી ખેલકૂદ મહોત્સવ-2026’નો વિધિવત પ્રારંભ થયો આ મહોત્સવમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલી 100 કોલેજો પૈકી 78 કોલેજોના ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક ડો. ચિરાગ પટેલે જણાવ્યું કે, કુલ 100 કોલેજોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી 78 કોલેજોના સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા.

આજથી શરૂ થયેલી સ્પર્ધાઓમાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી રહ્યા એથ્લેટિક્સની દોડ, કૂદ અને ફેંક જેવી વિવિધ કેટેગરીઓમાં સ્પર્ધકો વચ્ચે રસાકસી જામી આ વર્ષના ખેલકૂદ મહોત્સવમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) ના બદલાયેલા માપદંડો અને સિલેક્શનના અંકોમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લેવામાં આવ્યા યુનિવર્સિટીએ આ વર્ષે સિલેક્શન પ્રક્રિયાને પણ સ્પર્ધાઓમાં સમાવી લીધી.

જે વિદ્યાર્થીઓ આ મહોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, તેમને આવતા વર્ષે યોજાનારી વેસ્ટ ઝોન સ્પર્ધાઓ માટેની ટીમોમાં પસંદગી માટે પ્રથમ અગ્રતા આપવામાં આવશે. આ આયોજનનો હેતુ ખેલાડીઓને ઉચ્ચ સ્તરે રમવાની તક પૂરી પાડવાનો મહોત્સવના ઉદ્ઘાટન સત્ર પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા.

તેમની સાથે યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેલકૂદ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આગામી દિવસોમાં વિવિધ રમતોમાં ખેલાડીઓ પોતાની ક્ષમતા પુરવાર કરશે અને યુનિવર્સિટીનું નામ રોશન કરશે તેવી અપેક્ષા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0