થરાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત બે શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા…

February 17, 2026

ગરવી તાકાત થરાદ : થરાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત બે શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી ₹૬,૯૬૦ની કિંમતનું ૨.૩૨૦ ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું આ અંગેની માહિતી થરાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને આપી પોલીસ અધિક્ષક (SP) અને મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) ચિંતન તેરૈયાની ડ્રગ્સ પ્રત્યેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ તમામ પોલીસ સ્ટાફને કડક સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાઓના આધારે પોલીસે કાર્યવાહી કરી.

થરાદ ટાઉન બીટના ઇન્ચાર્જને ખાનગી બાતમી મળી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વ્યક્તિઓ ડ્રગ્સનું વેચાણ કરવા આવવાના આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને શખ્સોને પકડી પાડ્યા ઝડપાયેલા આરોપીઓની ઓળખ સુજલ યાસીનભાઈ સિપાઈ (રહે. ઘોરાવાસ, તા. થરાદ) અને સાહિલ ગનીભાઈ ઘાંચી (રહે. પંચવટી, થરાદ) તરીકે થઈ પોલીસે ડ્રગ્સ અને અન્ય સાધનો સહિત કુલ ₹૮૧,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો.

બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને આપવાનું હતું તે અંગેની વધુ તપાસ SOG PI એ.જી. રબારીને સોંપવામાં આવી પોલીસ અધિકારીએ આ મામલે કડક ચેતવણી આપતા જણાવ્યું કે, “એસપી સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે જો તમે આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવ તો સુધરી જજો, બાકી કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.”

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0