ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ભિલોડા નજીક પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો ટોરડાથી ધોલવાણી ત્રણ રસ્તા તરફ આવતા રોડ પરથી એક કારમાંથી ₹1.50 લાખનો વિદેશી દારૂ અને ₹5 લાખની કાર સહિત કુલ ₹6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પી.આઈ. એમ.એચ. ઝાલાની આગેવાની હેઠળ પી.એસ.આઈ. વી.ડી. વાઘેલા, પી.એસ.આઈ. પી.પી. સોલંકી અને એલ.સી.બી. ટીમના માણસો ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુતાવડ ગામની સીમમાં ટોરડાથી ધોલવાણી ત્રણ રસ્તા તરફ આવતા રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યા તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી.

બાતમી મુજબ, એક સફેદ કલરની હ્યુન્ડાઈ ઓરા ગાડી (GJ.18. BW. 5587) નો ચાલક ગુલાબસિંહ ચંદુભા જેઠવા (રહે. ભવાનીનગર, માંગરોળ, જૂનાગઢ, હાલ સરગાસણ, ગાંધીનગર) રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાણમેર, ટોરડા, ધોલવાણી ત્રણ રસ્તા, ભિલોડા થઈ ગાંધીનગર તરફ જવાનો આ માહિતીના આધારે પોલીસે ભુતાવડ ગામની સીમમાં નાકાબંધી કરી બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી થોડે આગળ ઉભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો ગાડીની તલાશી લેતા પાછળની સીટ અને ડેકીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 11 પેટીઓ મળી આવી જેમાં કુલ 132 બોટલ/ટીન.

ઝડપાયેલા દારૂની કિંમત ₹1,50,840/- આંકવામાં આવી આ ઉપરાંત, ₹5 લાખની ગાડી અને 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા આમ કુલ ₹6,61,340/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ભિલોડા પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પકડાયેલ આરોપી ગુલાબસિંહ ચંદુભા જેઠવા (ઉંમર 41 વર્ષ) મૂળ ભવાનીનગર, માંગરોળ, તા. માંગરોળ, જિ. જૂનાગઢનો વતની અને હાલ ડી/201, મધુરમ ગ્રીન, સ્વાગત ગ્લોસમ રોડ, સરગાસણ, ગાંધીનગર ખાતે રહે આ કેસમાં રાજસ્થાનના ઝાંઝરી બોર્ડર પર આવેલ ઈંગ્લીશ દારૂના ઠેકા પર બેસતો એક અજાણ્યો ઈસમ વોન્ટેડ જાહેર કરાયો.


