હિંમતનગર તાલુકાના સરવણા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે ઝેરી દવા પીને આપઘાત કર્યો…

February 4, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સરવણા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો આ ઘટનામાં ગાંભોઈ પોલીસે આરોપી વ્યાજખોરને તેના ઘરેથી ઝડપી પાડ્યો મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, મૃતક રમેશચંદ્ર પરમાર (આધેડ) સરવણા ગામના રહેવાસી અને ઇકો કાર ચલાવી ગુજરાન ચલાવતા.

ગાંભોઈ પોલીસે બાળમણીયા ડુંગરવાળી સીમ માંથી દારૂનું કટિંગ ઝડપી પાડ્યો… –  Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News  etc.

તેમણે પોતાના મિત્ર દિલીપ પરમાર પાસેથી રૂપિયા પંદર હજાર વ્યાજે લીધા રમેશચંદ્ર પરમારે ટુકડે ટુકડે મૂળ રકમ પરત કરી દીધી હોવા છતાં, દિલીપ પરમાર દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી વ્યાજખોરે રમેશચંદ્રની ઇકો કાર પણ પડાવી લીધી જેના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં વ્યાજખોરના ત્રાસ અને રકઝકથી કંટાળીને રમેશચંદ્ર પરમારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો.

Gambhoi Police Arrest Loan Shark After Himmatnagar Mans Suicide

તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન છ દિવસ પહેલા તેમનું મોત નીપજ્યું આ ઘટના બાદ રમેશચંદ્ર પરમારના પુત્ર નરેન્દ્રકુમાર પરમારે ગાંભોઈ પોલીસ મથકે વ્યાજખોર દિલીપકુમાર શનસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ગાંભોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને આરોપી દિલીપકુમાર શનસિંહ પરમારને ગાંભોઈમાં તેના ઘરેથી ઝડપી પાડ્યો પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0