ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા ઇડર પંથકમાંથી પાસ-પરમિટ વિનાના રેતી ભરેલા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા આ કાર્યવાહીમાં રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો અને આશરે રૂ. 1 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કિશનભાઈ પટેલની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી ઝડપાયેલા ડમ્પરો પૈકી એક વિજયભાઈ રામજીભાઈ ભગોરા (રહે. કેલાવા, તા. વિજયનગર).

અને બીજું મહેશભાઈ રાજુજી ઠાકોર (રહે. ખડોલ, તા. સતલાસણા)ના માલિકીના હોવાનું જાણવા મળ્યું સાબરકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીનો વ્યાપક પ્રમાણમાં જોવા મળે સાબરમતી નદીમાંથી રેતી ભરીને ડમ્પરો નિયમિતપણે રાજસ્થાન તરફ જતા હોય ઇડર બજારમાંથી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશન પાસેથી પણ અનેક ડમ્પરો પસાર થઈ.
![]()
વિજયનગર-રાણી બોર્ડર થઈ રાજસ્થાન પહોંચે તેવી જ રીતે, ઇડર તાલુકાના ચાંડપ અને વેરાબર ગામના રોડ પરથી પણ ઓવરલોડ અને પાસ-પરમિટ વિનાના ડમ્પરો રાજસ્થાન તરફ જતા જોવા મળે આ પ્રકારની ખનીજ ચોરીથી સરકારને કરોડો રૂપિયાની મહેસૂલી આવકનું નુકસાન થઈ રહ્યું ભૂસ્તરશાસ્ત્રી કચેરીની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો.


