ગરવી તાકાત બનાસકાંઠા : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ આ લોકાર્પણ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ અને ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લા મુકશે વડગામ ખાતે રૂ.4 કરોડના અંદાજિત ખર્ચે 698.05 ચોરસ મીટર જમીન પર તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી આ લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સુવિધા પૂરી પાડવાનો તેમાં 169 વિદ્યાર્થીઓની બેઠક ક્ષમતા ધરાવતી G+1 ઇમારત, વરિષ્ઠ નાગરિકો,

મહિલાઓ અને બાળકો માટે અલગ વિભાગો, કોન્ફરન્સ રૂમ અને 20 હજાર પુસ્તકો રાખવાની ક્ષમતા સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે રૂ. 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તૈયાર કરવામાં આવ્યો આ હોલનો હેતુ બનાસકાંઠાના રમતવીરોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યોગ્ય તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવાનો આ વાતાનુકૂલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શૂટિંગ રેન્જ અને બોર્ડ ગેમ્સ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ ઇન્ડોર હોલ ઉપરાંત,આ સંકુલમાં ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી આવશ્યક સુવિધાઓ પણ આઉટડોર સુવિધાઓમાં 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ,

બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાનનો સમાવેશ થાય વધુમાં, એડમિન બ્લોક, સિક્યુરિટી કેબિન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાઈ જે રમતવીરોને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પ્રદાન કરશે. નાયબ મુખ્યમંત્રી ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ 28,329 ચો.મી.જમીન પર કુલ રૂ.14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ.

કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર વિકાસ કાર્યો થકી બનાસકાંઠા જિલ્લામાં રમત ગમત, શિક્ષણ અને જાહેર સુવિધાઓમાં વધારો થશે. શિક્ષણ અને ખેલ ક્ષેત્રની આધુનિક સુવિધાઓ થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે. નાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમત ગમત રાજ્ય મંત્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણ માળી, મંત્ર ડૉ જયરામ ગામીત સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


