સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં મોટપ ચોકડીથી મીઠા સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ…

November 18, 2025

-> હિંગળાજપુરા, લાલજીનગર, દેવીનાપુરા અને મીઠા ગામ ખાતે પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું :

ગરવી તાકાત મહેસાણા : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં યોજાઈ રહેલી ‘યુનિટી માર્ચ’ પદયાત્રાના ભાગરૂપે આજે બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં મોટપ ચોકડીથી મીઠા ગામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર સહિતના મહાનુભાવોએ મોટપ ચોકડી ખાતેથી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

પ્રાસંગિક ઉદ્બોદન કરતાં પૂર્વ ગૃહ મંત્રીશ્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે, અને આ પદયાત્રાના માધ્યમથી લોકોને રાષ્ટ્ર માટેના તેમના મહાન યોગદાનથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશે અખંડ રહે તે માટે સરદાર પટેલે નિર્ણયો લીધા, જેના કારણે આજે આપણે અખંડ ભારત તરીકે દેશને જોઈ રહ્યા છીએ. તેમણે ૫૬૨ જેટલા રજવાડાઓનું અખંડ ભારતમાં વિલીનીકરણ કરાવ્યું હતું, અને સરદાર પટેલના આવા કાર્યોથી લોકો પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે આ પદયાત્રા યોજાઈ રહી છે.

વધુમાં, તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જે સમગ્ર વિશ્વ જાણે છે, અને આજે ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, જે આગામી સમયમાં વિશ્વના દેશોને દિશા નિર્દેશો આપશે. લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી લોકોને બોધપાઠ મળે. અને રાષ્ટ્ર માટે સીમાચિન્હરૂપ કામ કરનાર તેમના જીવનના પ્રસંગોની જાણકારી મળી રહે તે માટે યુનિટી માર્ચ પદયાત્રા જેવા કાર્યક્રમો યોજાય છે.

તેમણે ઉમેર્યું કે ઇતિહાસમાંથી હંમેશા બોધપાઠ અને પ્રેરણા મળતી હોય છે, તેથી સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જીવંત રાખવા આવી યાત્રાઓનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. તેમણે અનુરોધ કર્યો કે કેન્દ્ર સરકાર વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે સ્વદેશી અભિયાનનો નારો આપી રહી છે, તે જન-જનમાં પ્રસરી રહ્યો છે, આથી સૌ લોકોએ સ્વદેશી અપનાવી અને ભારત દેશ આત્મનિર્ભર બને તે દિશામાં સહિયારા પ્રયાસ કરવા જોઈએ. આ પદયાત્રા દરમિયાન હિંગળાજપુરા, લાલજીનગર, દેવીનાપુરા અને મીઠા ગામ ખાતે પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વક્તા શ્રી નરેશભાઈ દેસાઈએ આઝાદીના સંસ્મરણો અને સરદાર પટેલના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓ વિશે લોકોને વિગતવાર જાણકારી આપી હતી. આ ઉપરાંત, મહાનુભાવો સહિત સૌએ સ્વદેશીને પ્રોત્સાહન આપવા અંગે શપથ પણ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી લીલાબેન ઠાકોર, અગ્રણી સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, કમલેશભાઈ દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષનિધિ શાહ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0