ગરવી તાકાત બનાસકાંઠા : કેન્દ્રીય નાર્કોટિક્સ ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મોડી રાત્રે દરોડા પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો ગાંધીનગરથી પકડાયેલા એક દંપતીની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી જેમાં પાલનપુરમાં આવેલા એક ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની કિંમતની દવાઓ મળી આવી ચાર દિવસ અગાઉ નાર્કોટિક્સ ટીમે ગાંધીનગરથી એનડી ફાર્માસ્યુટિકલના માલિક સુનિલ મોદી અને તેમના પત્ની સમીક્ષા મોદીની ધરપકડ કરી.

કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં સુનિલ મોદીએ પાલનપુરમાં પણ તેમનું એક ગોડાઉન હોવાનું કબૂલ્યું આ માહિતીના આધારે, નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આવેલા ગોડાઉન પર દરોડા પાડ્યા મોડી રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી 2872 કોડીનની બોટલ અને 26230 ટ્રામાડોલના ઇન્જેક્શન સહિત પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

દરોડા દરમિયાન કુલ 37 કાર્ટન ગેરકાયદેસર દવાઓ મળી આવી જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1,81,690 ટેબ્લેટ્સ, 16,620 ક્લોનાજાપામ ટેબ્લેટ્સ, 2030 લોરાજાપામ ટેબ્લેટ્સ અને લગભગ 2000 અલ્ફ્રાજોલમ ટેબ્લેટ્સનો પણ સમાવેશ થાય નાર્કોટિક્સ ટીમે તમામ પ્રતિબંધિત દવાઓનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પાલનપુર પોલીસને સોંપ્યો.


