ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં એક કારમાંથી 27 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી રોકડ લઈને ફરાર થઈ ગયા આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના બાયપાસ રોડ પર રહેતા રોડ કોન્ટ્રાક્ટર MHK બુધવારે મોડી સાંજે મહાવીરનગર કેનાલ ફ્રન્ટ ખાતે આવેલા શંભુ કોફી બારમાં કોફી પીવા ગયા.
![]()
તેમની ફોર્ચ્યુનર કારમાં 27 લાખ રૂપિયા રોકડા હતા, જે કાર પાર્ક કરેલી કોફી પીને પરત ફરતા MHKને જાણ થઈ કે તેમની કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી અજાણ્યા તસ્કરો ૨૭ લાખ રૂપિયાની રોકડ ચોરી કરીને ભાગી ગયા આ ઘટના અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી.

પોલીસે અજાણ્યા તસ્કરોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને કંટ્રોલ રૂમના સીસીટીવીની તપાસ શરૂ કરી ઘટના બાદ કારને એલસીબી કાર્યાલય ખાતે લઈ જવામાં આવી જોકે, આ ચોરી અંગે હજુ સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ તેમ છતાં, પોલીસની વિવિધ ટીમો તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી.



