ગરવી તાકાત મહેસાણા : મહેસાણા LCB સ્ટાફના માણસોએ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કલ્યાણપુરા ગામની સીમમાં આવેલા રામદેવ ઓઇલ મીલમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું આ દરમિયાન LCB સ્ટાફના માણસો અને બાવલુ પોલીસ સ્ટાફના માણસોએ સંયુક્ત રેડ કરી આ રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો જ્યારે રાજસ્થાનથી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો LCBએ રેડમાં 13,000થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખસોની ધરપકડ કરી મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સૂચનાથી LCBના પી આઇ એન.આર વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા.

બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પહોંચતા LCBના રાજેન્દ્રસિંહ અને અક્ષય સિંહને માહિતી મળી કે, કડી તાલુકાના કલ્યાણપુરા ગામની સીમમાં આવેલ રામદેવ ઓઇલ મીલમાં કડી તાલુકાના વિડજ ગામનો પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ ભરતસિંહ વાઘેલા કે જેઓ રાજસ્થાનથી ટ્રક નંબર RJ 36 GA 9314માં વિદેશી દારૂ ભરી મંગાવેલો અને તેનું કટીંગ ચાલી રહ્યું બે પિકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી અન્ય સ્થળ ઉપર લઈ જવાની પેરવી કરી રહ્યો આ હકીકત મળતાની સાથે જ અલગ-અલગ ટીમ બનાવી LCB સ્ટાફના માણસોએ રામદેવ ઓઇલ મીલમાં રેડ કરી કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કલ્યાણપુરા ગામની સીમમાં આવેલા રામદેવ ઓઇલ મિલમાં LCB સ્ટાફના પીએસઆઇ એસ. આર ચૌધરી સહિત સ્ટાફના માણસોએ રેડ કરી.

આ રેડ દરમિયાન બે પિકઅપ ડાલા અને ટ્રકમાંથી અલગ-અલગ વિદેશી દારૂની નાના-મોટી 13,584 કિંમત રૂપિયા 44,19,216 સહિત કુલ રૂપિયા 68,08,116નો મુદ્દામાલ કબજે કરી મનોહરસિંહ મિશ્રુસિંહ રાવત રહે પબુસર તા. રાયપુર રાજસ્થાન (દારૂ ભરી આવનાર) અમન રાજા કુશવાહા રહે હાલ કલ્યાણપુરા મૂળ રહે મધ્યપ્રદેશ, લલ્લુ રાજા કુશવાહ હાલ રહે કલ્યાણપુરા મૂળ મધ્યપ્રદેશ, મોહિત જયેન્દ્ર શ્રીરામ યાદવ હાલ કલ્યાણપુરા મૂળ ઉત્તર પ્રદેશ, વાઘેલા પ્રતાપસિંહ વિક્રમસિંહ રહે વિડજ કડી, વાઘેલા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ ભરતસિંહ રહે વિડજ કડીની ધરપકડ કરવામાં આવી તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલનાર મદનસિંહ ડુંગરસિંહ ચૌહાણ રહે ભીમગઢ પાલી, ગોપાલસિંહ ડુંગરસિંહ ચૌહાણ રહે, ભીમગઢ પાલી, કૈલાશ જગદીશ રહે ભીમગઢ પાલી પોલીસ દ્વારા ફરાર બતાવવામાં આવેલા જ્યારે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.


