ગરવી તાકાત બનાસકાંઠા : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ 15 થી 22 નવેમ્બર દરમિયાન યોજાશે, જેનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્ર એકતા અને અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો આ આયોજનના ભાગરૂપે, 16 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર ભવનથી શરૂ થઈને જિલ્લા પંચાયત, પાલનપુર સુધી યોજાશે. આ પદયાત્રામાં જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાશે.

યુનિટી માર્ચના સુચારુ આયોજન માટે પાલનપુર ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું તેની વિગતો નીચે મુજબ.
![]()
15 નવેમ્બર: ધાનેરામાં મામા બાબજી મંદિરથી વાલેર સુધી, 16 નવેમ્બર: ડીસામાં બગીચા સર્કલથી રાણપુર આથમણા વાસ સુધી, 18 નવેમ્બર: વડગામમાં મગરવાડાથી નળાસર સુધી, 18 નવેમ્બર: કાંકરેજમાં વાળીનાથ મંદિર, થરાથી ઓગડનાથ મંદિર દેવ દરબાર સુધી, 19 નવેમ્બર: દાંતામાં રામપુરા (વડલા) અમીરગઢથી વિરમપુર સુધી.


