સાબરકાંઠા SOGએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દસ દિવસ અગાઉ થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો…

November 11, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દસ દિવસ અગાઉ થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ચોરીના મુખ્ય આરોપી પૈકીના એકને હિંમતનગરથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો સોનાના દાગીના, રાડોની ઘડિયાળ અને રોકડ રકમ સહિત કુલ ₹7,83,470નો મુદ્દામાલ પણ સફળતાપૂર્વક કબજે કર્યો છે. SOG ટીમ ATS ચાર્ટર સંબંધિત કામગીરી હેઠળ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને એક ચોક્કસ બાતમી મળી હતી કે, બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો આરોપી ચોરીના મુદ્દામાલ સાથે હિંમતનગરમાં વિધાનગરી પાસે રોડ પર ફરી રહ્યો છે. બાતમીના આધારે SOG ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.

તેની અંગઝડતી દરમિયાન સોનાના દાગીના, રાડોની ઘડિયાળ અને રોકડ રકમ મળી કુલ ₹7,83,470નો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીની આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, આશરે દસ દિવસ પહેલાં તેણે અને તેના અન્ય ત્રણ મિત્રોએ મળીને બાપુનગર વિસ્તારમાં સેલ્સ ઇન્ડિયા નજીક આવેલી ઇલા સોસાયટીના એક બંધ મકાનમાં આ ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘરફોડ ચોરી અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. પોલીસે પકડેલા આરોપીની ઓળખ વિજય ઉર્ફે વિજલો ઉર્ફે શંભુ દલાભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (સલાટ) (ઉં.વ. ૨૫) તરીકે થઈ છે, જે હાલ હિંમતનગરનો રહેવાસી છે અને અગાઉ તે કુબેરનગર, અમદાવાદમાં રહેતો હતો. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે.

-> ફરાર આરોપીઓ :- રાકેશ ઉર્ફે ધનિયો રાજુભાઈ પટ્ટણી (રહે. સલાટવાસ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર), મયુર ઈશ્વરભાઈ ભાટ (રહે. કાટવાડ રોડ, ગટર ગલ્લા જોડે છાપરામાં, હિંમતનગર), સન્ની ઉર્ફે સન્નીયો શિવરામભાઈ બારોટ (ભાટ) (રહે. હરીનગર, કાટવાડ રોડ, હિંમતનગર) SOG ટીમે પકડાયેલા આરોપી અને મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે અને બાપુનગર પોલીસને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0