ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં ગાયત્રી મંદિર રોડ પર ધોબીને ત્યાં કપડાં લેવા ગયેલા વેપારીની કારમાં મૂકેલી રૂ. દોઢ લાખની રોકડ રકમ ભરેલી બેગ અજાણ્યો શખ્સ ચોરી ગયો જે મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સીસીટીવી અને મોબાઇલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી મહેસાણા હબ ટાઉન નજીક વિજયનગર સોસાયટીમાં રહેતા.

અને ઓટોમોબાઇલ સ્પેર પાર્ટસની દુકાન ધરાવતા વિમલભાઇ રસિકભાઇ શાહ સાંજે દુકાન વધાવીને તેમની ગાડી (જીજે 02 ઇએ 5544)માં વકરાના રૂ.1.50 લાખની રોકડ ભરેલી બેગ આગળની સીટ ઉપર મૂકી ઘરે જવા નીકળ્યા. રસ્તામાં રામદેવ નમકીન દુકાનની સામે.
![]()
ઉપકાર ક્લીનર્સમાંથી કપડાં લેવાના હોઇ તેઓ બાજુમાં ગાડી મૂકીને ત્યાં ગયા ગાડીનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હતો અને કપડાં લઇને 15 મિનિટ બાદ પરત આવતાં ગાડીની સીટ ઉપર બેગ ન હોઇ શોધખોળ કરી પરંતુ મળી નહીં તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.


